આદર્શ વિદ્યાસંકુલમાં રાષ્ટ્રીય પર્વ ની ગૌરવશાળી ઉજવણી કરવામાં આવી.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ,ડીસા સંચાલિત આદર્શ વિદ્યાસંકુલમાં આજરોજ ૭૪ મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
આઝાદીના પર્વ નિમિત્તે શ્રી.કલ્પેશભાઈ સોની (પી.બી.જવેલર્સ)ના વરદહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો,જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. રમેશભાઈ સોલંકી (હાડકાંના રોગોના નિષ્ણાત) અને શ્રીમતી દર્શનાબેન ભુટાની (પૂર્વશિક્ષિકા, આદર્શ હાઈસ્કૂલ,ડીસા) ઉપસ્થિત રહ્યાં અને આઝાદીના ગૌરવપૂર્ણ ઇતિહાસને યાદ કર્યો.
દેશભક્તિથી ઓતપ્રોત વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમો (શિશુમંદિર,પ્રાથમિક વિભાગ,માધ્યમિક વિભાગ,ઉચ્ચતર મા.વિભાગ)સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યાં.રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ વિશેષ સિદ્ધિ મેળવનાર બાળકોને તેમ જ ધોરણ 3થી 12માં પ્રથમ નંબર મેળવનાર બાળકોને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યાં.
આજના રાષ્ટ્રીય પર્વમાં સંસ્કાર મંડળ,ડીસાના પદાધિકારીશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા અને શ્રી.પરેશભાઈ જીવરાણી (કોષાધ્યક્ષશ્રી,સંસ્કાર મંડળ,ડીસા)એ આઝાદીના ઉમદા વિચારો વ્યક્ત કર્યા.
સમગ્ર કાર્યક્રમ પ્રધાનાચાર્યશ્રી કરશનભાઈ રાજપૂતની નિગરાનીમાં યોજાયો. જેમાં કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ ચૌધરી અને પ્રિયંકાબેન પટેલે કર્યું.ઉપરાંત આદર્શ વિદ્યાસંકુલના તમામ વિભાગના સમગ્ર કર્મચારી મિત્રોની પણ સરાહનીય કામગીરી રહી.સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાસંકુલના વિદ્યાર્થી ભાઈ-બહેનો અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં ને કાર્યક્રમને સફળ બનાવ્યો.આદર્શ વિદ્યાસંકુલમાં રાષ્ટ્રીય પર્વ ની ગૌરવશાળી ઉજવણી કરવામાં આવી.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ,ડીસા સંચાલિત આદર્શ વિદ્યાસંકુલમાં આજરોજ ૭૪ મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
આઝાદીના પર્વ નિમિત્તે શ્રી.કલ્પેશભાઈ સોની (પી.બી.જવેલર્સ)ના વરદહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો,જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. રમેશભાઈ સોલંકી (હાડકાંના રોગોના નિષ્ણાત) અને શ્રીમતી દર્શનાબેન ભુટાની (પૂર્વશિક્ષિકા, આદર્શ હાઈસ્કૂલ,ડીસા) ઉપસ્થિત રહ્યાં અને આઝાદીના ગૌરવપૂર્ણ ઇતિહાસને યાદ કર્યો.
દેશભક્તિથી ઓતપ્રોત વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમો (શિશુમંદિર,પ્રાથમિક વિભાગ,માધ્યમિક વિભાગ,ઉચ્ચતર મા.વિભાગ)સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યાં.રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ વિશેષ સિદ્ધિ મેળવનાર બાળકોને તેમ જ ધોરણ 3થી 12માં પ્રથમ નંબર મેળવનાર બાળકોને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યાં.
આજના રાષ્ટ્રીય પર્વમાં સંસ્કાર મંડળ,ડીસાના પદાધિકારીશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા અને શ્રી.પરેશભાઈ જીવરાણી (કોષાધ્યક્ષશ્રી,સંસ્કાર મંડળ,ડીસા)એ આઝાદીના ઉમદા વિચારો વ્યક્ત કર્યા.
સમગ્ર કાર્યક્રમ પ્રધાનાચાર્યશ્રી કરશનભાઈ રાજપૂતની નિગરાનીમાં યોજાયો. જેમાં કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ ચૌધરી અને પ્રિયંકાબેન પટેલે કર્યું.ઉપરાંત આદર્શ વિદ્યાસંકુલના તમામ વિભાગના સમગ્ર કર્મચારી મિત્રોની પણ સરાહનીય કામગીરી રહી.સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાસંકુલના વિદ્યાર્થી ભાઈ-બહેનો અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં ને કાર્યક્રમને સફળ બનાવ્યો.