આ સંસ્થાએ શ્રી રાયચંદ સ્વરૂપચંદ આચાર્ય આદર્શ વિદ્યાસંકુલ પ્રગતિ મંડળ સંચાલિત છાત્રાલય થી 2008 માં શિક્ષણ સેવા યજ્ઞનો શુભારંભ કરીને, આજે શિક્ષણ ક્ષેત્રે વટવૃક્ષ બનીને સમગ્ર જિલ્લામાં ઉચ્ચ શૈક્ષણિક અને નૈતિક મૂલ્યો પ્રસ્થાપિત કરીને રાજ્યની અગ્રણી સંસ્થાઓ ની હરોળમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ ઉમદા કાર્ય માટે સંસ્થાના આદ્યસ્થાપકો, ટ્રસ્ટીઓ અને નિષ્ઠાવાન અધ્યાપક ગણનો સમાજ વતી આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું.
આ સંસ્થા અને સમાજના શ્રેષ્ઠીઓ આ વિસ્તારને ઉત્તમ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને આદર્શ નાગરિકનું ઘડતર કરવા માટે તથા રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા માટે સદાય તત્પર રહે છે. શિક્ષણના માધ્યમથી સમગ્ર સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે આ સંસ્થા હંમેશા પથદર્શક બનવા સદાય પ્રયત્નશીલ રહેલ છે.
આપણા સૌના સહિયારા પુરૂષાર્થ થતી સમાજ વિકાસ નો દીપ સદાય પ્રજ્વલિત રહે અને સમાજ શૈક્ષણિક, સામાજિક, આર્થિક, બૌદ્ધિક તેમજ ધાર્મિક રીતે ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી અંતઃકરણથી શુભકામના...
સદાય આપનો...