Adarsh Vidhyasankul Deesa
Call

+91 9727893005

શ્રી સંસ્કાર મંડળ ડીસાનો સંસ્કારયુક્ત કાર્યક્રમ

શ્રી સંસ્કાર મંડળ ડીસાનો સંસ્કારયુક્ત કાર્યક્રમ

img

 
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રી આદર્શ વિદ્યાસંકુલ ડીસામાં યોજાયેલ ભાવ વંદના કાર્યક્રમમાં નિવૃત્ત થયેલ કર્મચારીના પરિવારની સાથે શ્રી સંસ્કાર મંડળ અને  શ્રી આદર્શ વિદ્યાસંકુલના સમગ્ર પરિવારે સમૂહ ભોજન કરી પરસ્પર પ્રીતિનો સમાજમાં એક ઉત્તમ દાખલો બેસાડ્યો.
 
તારીખ ૧૪/૪/૨૩ એટલે ડૉ.ભીમરાવ આંબેડકરની જન્મ જયંતી. આ રૂડા દિવસે ડીસાની મધ્યમાં આવેલ,નામાંકિત અને હરહમેશાં સંસ્કારનું સિંચન કરતી શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત આદર્શ વિદ્યાસંકુલ ડીસામાં ખૂબ જ સુંદર રીતે ભાવ વંદના કાર્યક્રમ યોજાયો.
 
img1
 
આ કાર્યક્રમમાં શ્રી આદર્શ વિદ્યાસંકુલ ડીસામાંથી સેવાનિવૃત્ત થઈને અન્ય સ્થળે શૈક્ષણિક કારકાર્દિમાં જોડાયેલ શિક્ષકો અને અન્ય સેવા પ્રવૃત્તિમાં જોડાયા છે તેવા શિક્ષકોનું સન્માન થયું. 
 
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ.પધારેલ મહેમાનોનું નાની બાલીકાઓએ સ્વાગતગીતથી સ્વાગત કર્યું હતું.સેવા નિવૃત થયેલ તમામ કર્મચારીઓનો પરિચય પ્રધાનાચાર્ય શ્રી કે.પી. રાજપૂત તથા શબ્દ રૂપી સ્વાગત ડૉ. સી.કે.પટેલે કર્યું હતું.
 
img2
 
આ કાર્યક્રમમાં એક લાગણી સભર દ્રશ્ય જોવા મળ્યું :સંસ્કાર મંડળના પદાધિકારીઓ આજે સ્ટેજની નીચે  ખુરશીમાં બેઠા અને જ્યારે સેવા નિવૃત થઈ રહેલ શિક્ષકોને સ્ટેજ ઉપર બેસાડ્યા.જાણે સાચા ઓવારણાં લેવાતા હોય એવું લાગ્યું.  આવું ભાવવાહી દ્રશ્ય  ખડું થયું ત્યારે ઉપસ્થિત સૌએ આ દ્રશ્યને વધાવી લીધું.
 
સેવા નિવૃત્ત  કુંદનબેન ભાવસાર, કીર્તિભાઈ નાઈ, નટવરભાઈ પ્રજાપતિ,દીપ્તિબેન સોની, રાજેશકુમાર પ્રજાપતિ, મહેશભાઈ પટેલ,લક્ષ્મણભાઈ જાદવ,હીરાભાઈ નાઈ, રમેશચંદ્ર ભરતિયા,સુરેશભાઈ દવે, હસુમતીબેન સાયતા,પરમાનંદ શર્મા,હર્ષિલાબેન પ્રજાપતિ અને વિષ્ણુભાઈ પટેલ સહિત શાળાના ૧૪  શિક્ષકમિત્રોને શ્રીફળ, પુષ્પગુચ્છ, શાલ,સન્માનપત્ર અને ચાંદીના સિક્કાથી સત્કારવામાં આવ્યા. આ શિક્ષકોમાં કેટલાક અન્ય બીજી શાળામાં પ્રધાનાચાર્યની ખૂબ જ સુંદર રીતે પદ શોભાવી રહ્યા છે જ્યારે કેટલાક તો સમાજમાં ઉમદા સેવા કરીને સમાજનું શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે. આ શિક્ષકોએ પોતાનો ભૂતકાળ વાગોળ્યો ત્યારે રીતસર એમના મુખેથી સંવેદનાસભર વાતો સરી પડતી જોવા મળતી હતી.  સાચી વાત  છે કે જે ભૂમિમાંથી આપણે શ્રેષ્ઠ કક્ષાએ પહોંચ્યા હોઈએ પછી તે ભૂમિને કેમ ભૂલાય..!
 
img 3 img 4
img 5 img 6
 
"જ્યારે જરૂર પડે ત્યારે આ સંસ્થા માટે હાજર છીએ .." સેવાનિવૃત શિક્ષકોની આ વાતને  સંસ્કાર મંડળે પણ  વધાવી લીધી.
 
આ કાર્યક્રમમાં નિવૃત્ત થઈ રહેલા શિક્ષકોની સાથે સાથે અત્યાર સુધી આ વિદ્યાસંકુલમાંથી વિદાય લઈને પોતાની પાછલી જીંદગી આનંદથી પસાર કરી રહેલા શાળાના ભૂતપૂર્વ શિક્ષકોનો પરિવાર પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો. ભરતદાન ગઢવી,અમથાભાઈ દેસાઈ,ડી.સી. માધુ,નરસિંહભાઈ બારોટ, મફતલાલ મોદી,દર્શનાબેન, ગોપાલભાઈ પટેલ,ચંદ્રકાંતભાઈ બારોટ ,ખેમચંદભાઈ સોલંકી, કનુભાઈ દવે ખાસ હાજર રહ્યા હતા.
 
જેમની પાસે ભણીને મોટા થયા હોઈએ, પણ કાર્યક્રમ પૂરતું સ્ટેજ ઉપર બેસવું, સામે ગુરુગણ બેઠા હોય અને આ ગુરુગણની જ  વાતો ઉપરાંત ભૂતકાળની વાતો અન્ય ઉપસ્થિત શ્રોતાગણને કરવી..આનાથી બીજી મંગલઘડી બીજી કઈ હોઈ શકે..!
 
 "અમે જે કંઈ છીએ તે સંસ્કાર મંડળ દ્વારા જ છીએ,આ મંડળ બધી રીતે સક્ષમ છે, અમે જ્યાં હોઈએ ત્યાં શરૂઆતમાં અમારો પરિચય 'અમે આદર્શ શાળાના શિક્ષક હતા' એમ કહીને આપીએ ત્યારે અમારી છાતી પણ ગદગદ જરૂર ફૂલે.આદર્શના શિક્ષક હોવું પણ એક ગર્વની બાબત છે.." આવી વાતો જ્યારે સેવાનિવૃત્ત થઈ રહેલ શિક્ષકોના મોઢે સાંભળ્યું ત્યારે સંસ્કાર મંડળ સહિત અન્યે આ વાતને વધાવી લીધી. જોકે સંસ્કાર મંડળે પણ આ વાતનો સૂર પુરાવતાં કહ્યું કે "આદર્શ શાળાના શિક્ષકથી જ સંસ્કાર મંડળ અને આ વિદ્યા સંકુલ ઓળખાય છે.શિક્ષકોની મહેનત,સંસ્કાર,નીતિ નિયમ,વફાદારીથી જ આ સ્કૂલની ગરિમા વધી છે.."  આમ આવી રીતે સંસ્કાર મંડળે પણ શિક્ષકોની ગરિમા વધારવાનો પ્રયત્ન કર્યો હતો.
 
અંતમાં પૂર્ણ વંદે માતરમ્ ગીતથી કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.  કાર્યક્રમનું સંચાલન જી.એન.પરમાર અને મથુરભાઈ પરમારે કર્યું હતું. સૌના સહિયારા સાથથી કાર્યક્રમ સરસ રીતે યોજાયો હતો.
 
આ કાર્યક્રમમાં સંસ્કાર મંડળના પ્રમુખ અજયભાઈ જોશી,મંત્રી હિતેશભાઈ અવસ્થી સહિત સંસ્કાર મંડળના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રધાનાચાર્ય શ્રી કે.પી.રાજપૂત,પ્રાથમિક પ્રધાનાચાર્ય પ્રવીણભાઈ પટેલ, શિશુમંદિર પ્રધાનાચાર્યા હર્ષાબેન મોઢ સહિત શાળાના સમગ્ર સ્ટાફગણે સમુહ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમૂહમાં સ્વરુચિ ભોજન લીધું હતું.
 
અત્રે નોધનીય છે કે,શ્રી સંસ્કાર મંડળ ડીસાએ આજે  પ્રેરણાદાયી કાર્ય કર્યું.જેમાં શ્રી સંસ્કારમંડળના હોદ્દેદારોએ સ્વયં રીતે ફાળો ઉઘરાવીને સમગ્ર આદર્શવિદ્યાસંકુલને એક પરિવારની ભાવના તરીકે ગણીને ભોજન કરાવ્યું. જેમાં ૫૧૦૦૦/-  ડો.સી. કે.પટેલ,૧૧૦૦૦/- પ્રતાપભાઈ ઠક્કર,૧૧૦૦૦/- અજયભાઈ જોશી, ૫૧૦૦/- રેવાભાઇ દેસાઈ, ૫૧૦૦/- હિતેશભાઈ અવસ્થી,૫૧૦૦/- નટુભાઈ પટેલે આપીને ઉમદા કાર્ય કરી બતાવ્યું. આ બાબત ખરેખર સમાજમાં ચાલતા અન્ય ટ્રસ્ટ મંડળ માટે પ્રેરણાદાયી પગલું કહી શકાય.